Tankara-Morbi ટંકારાના મીતાણાના વેપારી સાથે ઓનલાઈન ફ્રોડ, ખાતામાંથી એક લાખ ત્રીસ હજાર ની ઉઠાંતરી.
ઓનલાઈન નાણાકીય વ્યવહારો સતત વધી રહ્યા છે.તે સાથે જ ગઠિયાઓ પણ ઓનલાઈન ફ્રોડ કરતા હોવાનાં ઘટનાઓ પણ વધી રહી છે. જેમાં મીતાણા ગામના વેપારીના ખાતામાંથી રૂપિયા એક લાખ ત્રીસ હજાર ની ઉઠાંતરી થઇ હોય જે મામલે સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ ટંકારા તાલુકાના મીતાણાના રહેવાસી ભરતભાઈ શામજીભાઈ મુછાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની લોકલ ક્યુબ કોમર્સ પ્રાઈવેટ લિમીટેડ કંપનીનું સ્ટોર કિંગ નામની એપ્લીકેશનમાં ભવાની મોબાઈલ અને ઝેરોક્ષ નામના રજીસ્ટર એકાઉન્ટ હોય જે એકાઉન્ટ હેક કરી તારીખ ૧૯-૫-૨૦૨૦ ના રોજ અજાણ્યા ઇસમેં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને તેના એકાઉન્ટમાંથી રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસો પંચાણુ ઉપાડી લીધેલ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલ હોય જે રકમમાંથી રૂપિયા અઠાવન હજાર સાતસો બત્રીસ પાછા જમા થયેલ છે. અને બાકીના રૂપિયા એકોતેર હજાર આઠસો ત્રેસઠ ઉપાડી લઇ કે બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને ઓનલાઈન ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવી રહી છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.