Morbi-મોરબી જિલ્લા માં બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા.
મોરબી જિલ્લા માં મોરબી નાં મોડપર અને વાંકાનેર નાં પંચાસર ગામે એમ બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓને પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પહેલા બનાવમાં મોરબી તાલુકાના મોડપર ગામે રામજી મંદિર નજીકની શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મામદ ઉર્ફે કાળું ગગુભાઈ સુમરા, કિશોર રૂગનાથભાઈ અઘારા, નાનજી પાલાભાઇ બડઘા અને મણીલાલ ઉર્ફે બાલાભાઈ માધવજીભાઈ કુંડારિયા રહે. બધા મોડપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂપિયા ૧૬,૧૭૦/- અને ૪ મોબાઈલ કીમત રૂપિયા ૬૦૦૦/- અને મોટરસાયકલ કીમત રૂપિયા ૧૫૦૦૦/- સહીત કુલ રૂપિયા ૩૭,૧૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકના નવા પંચાસર ગામે જુગાર રમતા ચાર જુગારીઓ પોલીસે ઝડપી લીધા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ વાંકાનેર તાલુકાના નવા પંચાસર ગામ મેઈન રોડ પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે વાંકાનેર શહેર પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા ભૂપત દેવજી પંચાસરા, હસું ગોકળ મોરાડીયા, બાબુ જીવણ ટોળિયા રહે. નવા પંચાસર અને નાથા ટપુ પંચાસરા રહે. રાતીદેવળી વાંકાનેર એમ ચારને ઝડપી લઈને રોકડા રૂપિયા ત્રણ હજાર નવસો ચાલીસ અને બે મોબાઈલ કીમત રૂપિયા વીસ હજાર સહીત કુલ રૂપિયા ત્રેવીસ હજાર નવસો ચાલીસ નો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.
262 thoughts on “Morbi-મોરબી જિલ્લા માં બે અલગ-અલગ જગ્યાએથી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા.”
Comments are closed.