Halvad-Morbi હળવદ દેવળીયા ગામ દેવળીયા ચોકડી નજીક પ્રાચી કોપ્લેક્ષની બાજુમાં રસ્તા પાસેથી પસાર થતા યુવાનને રોકીને તેની તલાસી લેતા તેની પાસેથી ૨૪ નંગ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડયો: પોલીસે ઈંગ્લીશ દારૂ અને મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૪૬૦૦નો મુદામાલ કબજે કર્યોં.

Loading

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી‌ હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ ‌દેકાવાડીયા પી એસ આઈ . પી જી પનારા ને મળતા હળવદ પોલીસ સ્ટાફ ના ‌માણસો ‌હળવદ તાલુકાના દેવળીયા ગામ ની ચોકડી પાસે વોચ રાખતા દેવળીયા ચોકડી નજીકથી પસાર થતાં આત્મારામ ઉર્ફે ઉત્તમ છગનરામ પુરોહીત બ્રામ્હણ (ઉ.૨૬) રહે હાલ દેવળીયા મુળ રહે ગામ ડુંગરી હનુમાનચોક (રાજસ્થાન) વાળાની પોલીસે ૨૪ બોટલ દારૂ સાથે પકડવામાં આવ્યો હતો અને તેની પાસેથી પોલીસે હાલમાં ૯૬૦૦ નો દારૂ તેમજ ૫૦૦૦નો આ એક મોબાઈલ ફોન એમ કુલ મળીને ૧૪૬૦૦નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં જેની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બીજા ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે જેમા વિજયભાઇ જયંતિભાઇ અઘારા રહે, દેવળીયા, આસીફ ઉફૅ અશોક ઉર્ફે બાડો ઇકબાલભાઇ મુલતાની રહે દેવળીયા અને હરદેવસિંહ ચનુભા પરમાર રહે દેવળીયા સહિતના ૩ શખ્સો‌સામે‌ ગુનો નોંધીને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!