Halvad-Morbi રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા નિઃસહાય અને નિઃસંતાન દંપતીને કુટીર બનાવી આપવામાં આવી.
![]()
થોડાં દિવસ પહેલા જ્યારે રાત્રે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો ત્યારે એક ભાઈને આ દંપતી વરસાદથી ભીંજાતું , પલળતું અને ઠંડીનું ઠુંઠવાતું રસ્તા ઉપર નજરે ચડ્યું.
તેમણે નજીક જઈને પૂછપરછ કરતા માલુમ પડ્યું કે તેઓ કોઈ આધાર વગરના અને ઘર કે ઝૂંપડા વિનાના થઈ ગયા છે.
જેથી તેઓ આમ થી તેમ ચોમાસામાં હેરાન થઈ રહ્યા હતા.
લોઢા ભંગાર ની લારી કાઢીને માંડ પેટીયું ભરતા આ 66 વર્ષના વૃદ્ધ ના જણાવ્યા મુજબ તેમની પત્નીને પગ માં ઘાવ વાગતા સારવાર અર્થે બહારગામ જવાનું થયું.
ઈલાજ કરવા લઈ જવા માટે 2000 રૂપિયા ની જરૂર હતી.
જેથી તેમને કોઈની પાસેથી એટલી રકમ ઉછીની લઈ ને દેખાડવા ગયા.
થોડા સમય પછી દવાખાનેથી પાછા ફર્યા બાદ તેમણે ઉછીની લીધેલી રકમ ની પરત ચુકવણી નો વેંત રહ્યો નહિ અને મેળ આવ્યો નહિ જેથી રૂપિયા આપનારે એમના આધાર અને આશરા રૂપી ઝૂંપડું હડપી લીધું અને બીજે ને વહેંચી નાખ્યું હતું.
ત્યાર થી આ લોકો રોડ પર આવી ગયા હતા.
હેરાનગતિ ભોગવતા હતા.
દંપતીની પરિસ્થિતિ વિશે નો ફોન રોટરી ક્લબ ઓફ હળવદને રાત્રે 10 વાગ્યે આવ્યો ક્લબ ના હોદેદાર તુરતજ જે જગ્યાએ આ દંપતી અનેં ભલામણ કરનાર ભાઈ ઉભા હતા ત્યાં પહોંચીને જાણકારી મેળવી બાદ રોટરી દ્વારા યોગ્ય વ્યવસ્થા હેતુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજે દિવસે સવારથી જ દંપતી માટે નો આશરો બનાવવા માટે જગ્યા ગોતી અને મજૂર ગોતીને કુટિયા બનાવવા માટે જરૂરી સમાન
લાકડા ની મોટી વરીઓ , ખપાટો, ખીલ્લીઓ, તાલપત્રી, બારણું વગેરે ખરીદી કરીને પહોચાડવા આવ્યું અને કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જેમાં 2 જણા 2 દિવસ મથ્યા ત્યાં કામ પૂરું કરી દેવામાં આવ્યું.
અને સાથે બહેન ને પગ માં હજી પણ પાક થયેલો અને સોઝો જોવા મળ્યો હતો.
જેથી દવાખાના ભેગા કર્યા, ચેકઉપ કરતા 190 બીપી.પણ જણાયું જેથી બીપી ની દવા અને પગનો ઈલાજ ને સારવાર શરૂ કરી દેવામાં આવેલ.બહેનને સુતા સરખું ફાવે એના માટે એક પાટી ભરેલો ખાટલો ભલામણ કરનાર દ્વારા લઈ આપવામાં આવ્યો હતો.
આમ રોટરી ક્લબ ઓફ હળવદને અચાનક જ આ અત્યંત જરૂરતમંદ દંપતીની સેવા કરવાનો મોકો અને લાભ મળ્યો હતો.
આ પ્રોજેક્ટનું ડોનેશન ઉપેન્દ્રભાઈ જસમતભાઈ ગોઠી તરફથી આપવામાં આવ્યું હતું.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.












