Morbi-માળિયાના હરીપર ગામે દેવ સોલ્ટ કંપની દ્વારા ૧૦૦૦ માસ્કનું વિતરણ કરાયું.
કોરોના મહામારીના સમયમાં ગ્રામજનોને જાગૃત કરવા અને સુરક્ષિત રાખવાના હેતુથી દેવ સોલ્ટ કંપની દ્વારા હરીપર ગામમા એક હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માળીયા નજીક આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરુપે આજે માળીયાના હરિપર ગામે કંપનીના અધિકારી વિવેક ધૃણા અને રમજાન જેડાએ સોશ્યલ ડીસટન્સના પાલન સાથે એક હજાર માસ્કનું વિતરણ કર્યું હતું. જે કાર્યમાં હરીપર ગામના સરપંચ જેસંગભાઈ અને અગ્રણી દેવાભાઈ ડાંગર સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.