Morbi-“આપ” ના ચાલો ગાંવ કી ઓર અભિયાન વેગવંતુ બની રહ્યુ છે.
આમ આદમી પાર્ટીના “ચલો ગાવ કી ઓર” અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી મોરબી હોદેદારો દ્વારા મોરબી જિલ્લાના સોખડા, બહાદુરગઢ તથા રામરાજનગર, નીચી માડંલ ખરેડા અને જીકીયારી ગામની મુલાકાતે લીધેલ. ગામના અગ્રણીઓ સાથે બેઠક કરી અને માસ્ક વિતરણ કરી પાર્ટીની પ્રજાલક્ષી કામની રાજનીતિની વાતો ગામના લોકો સાથે કરી જનસંપર્ક કર્યો હતો.
આ અભિયાન ને મોરબી જિલ્લા ઓબ્ઝર્વ શ્રી રામ, મોરબી જિલ્લા પ્રભારી ભરત બારોટ, મોરબી શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, જિલ્લા ઉપપ્રમુખ પી. એમ. ચિખલિયા, મોરબી જિલ્લા ઉદ્યોગ સેલ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મોરબી તાલુકા પ્રમુખ ગોપાલભાઈ પનારા, મોરબી શહેર યુવા પ્રમુખ રાજન ગામી તથા યુવા અગ્રણી મેરામભાઈ આહિરે , રાજેશ હરાણીયા દ્વારા વેગવંતુ કરવામાં આવેલ છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.