Morbi-Bandhunagar. મોરબીના બંધુનગર નજીક ટ્રકની ઠોકરે પતિની નજર સામે પત્નીનું મોત.
મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીકથી પસાર થતા મોપેડને ટ્રકચાલકે ઠોકર મારતા મોપેડસવાર પતિ-પત્ની બન્ને ફંગોળાઈ ગયા હતા અને પડી ગયા હતા ત્યારે પાછળ બેસેલ પત્ની પડી ગયા બાદ તેની પર ટ્રક ફરી વળતાં પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી શહેર નજીક નાં પરા સમાન માળિયા વનાળીયા સોસાયટીના રહેવાસી અજીતભાઈ જીવાભાઈ આંબલીયા એ (ઉ.વ.૬૫) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે પત્ની રમાબેન (ઉ.વ.૫૫) સાથે મોપેડ જીજે ૦૩ ઈડી ૮૫૨૬ લઈને વાંકાનેરના રાતીદેવડી ગામ જવા નીકળ્યા હતા દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર બંધુનગર ગામ નજીક ડિવાઈડર પાસે સ્કૂટર ધીમું હોય ત્યારે ટ્રક જીજે ૨૭ ટીટી ૩૯૫૧ ના ચાલકે પાછળથી હડફેટે લેતા સ્કૂટર સવાર પતિ અને પત્ની ફંગોળાઈ પડી ગયા હતા. જેમાં ટ્રકનું વ્હીલ પત્ની રમાબેન પર ફરી જતા ગંભીર ઈજા પહોંચતા રમાબેનનું મોત થયું હતું. જયારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો. તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.