Halvad-Morbi હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળની બેઠક યોજાઇ હોદેદારોની નિમણુંક કરાઈ.
શહેરમાં આવેલ શિશુ મંદિર ખાતે સોશિયલ ડિસ્ટર્ન્સ રાખી બેઠકનું આયોજન કરાયું
હળવદ વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળની હળવદ, ચરાડવા પ્રખંડની બેઠક શહેરમાં આવેલ શિશુ મંદિર ખાતે યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ અને જિલ્લમાંથી અગ્રણીઓ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં વિવિધ હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. સાથે જ નવનિયુકત હોદેદારોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા.
વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરી હિન્દુ સમાજની રક્ષા કાજે સતત કાર્યરત રહેતા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળની હળવદ શહેરમાં આવેલ શિશુ મંદિરમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી ભાવેશભાઈ ઠક્કર, અનિલભાઈ રાવલ, પ્રકાશભાઈ દસાડીયા, ઈશ્વરભાઈ રાવલ, ઈશ્વરભાઈ દલવાડી, છગનભાઈ પટેલ સહિતનાઓની ઉપસ્થિતિમાં હળવદ – ચરાડવા પ્રખંડની બેઠકનું આયોજન કરાયું હતું. આ તકે વિવિધ હોદેદોરોની નિમણુંક કરાઈ હતી. જેમાં અલ્પેશભાઈ પટેલ (જિલ્લા બજરંગ ટોલી સદસ્ય), વિજયભાઈ ઠાકર (સરક્ષક વીએચપી), રશ્મીનભાઈ પટેલ (કાર્યકારી અધ્યક્ષ),મીનભાઈ પટેલ (કાર્યકારી અધ્યક્ષ), ચેતનભાઈ પટેલ (ઉપાધ્યક્ષ), પ્રદીપભાઈ રાવલ (સહમંત્રી), ઉમેશભાઈ પ્રજાપતિ (કોષાધ્યક્ષ), વિજયભાઈ ગીંગોરા (ભરવાડ) (બજરંગ દળ સંયોજક), સુરતાનભાઈ મલ (સહસંયોજક) દક્ષાબેન પટેલ (દુર્ગા વાહિની સંયોજીકા), સવજીભાઈ ઠાકોર (ગૌરક્ષક સંયોજક), કિરણભાઈ પંડયા (સુરક્ષા સંયોજક), રણછોડભાઈ દલવાડી (સત્સંગ સંયોજક), માલાભાઈ મલ (બલોપાસના), અનિલભાઈ ગોસાઈ (ધર્માચાર્ય સંપર્ક સંયોજક), વિપુલભાઈ ચૌહાણ (સેવા પ્રમુખ) તેમજ ચરાડવા પ્રખંડના કાર્યકારી અધ્યક્ષ તરીકે મહેશભાઈ ઠાકોર, ઉપાધ્યક્ષ – ખોડાભાઈ ભરવાડ, સહમંત્રી પદે વિશાલ ત્રિવેદી સહસંયોજક કાળુભાઈ ઠાકોર, ગૌરક્ષા સંયોજકમાં દશરથભાઈ ભરવાડની નિમણુંક કરાઈ હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.