Tankara-Morbi ટંકારા નાં વાછ્કપરની સીમમાં વાડીની ઓરડીમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વાછ્કપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ટંકારા પોલીસે દરોડો કરીને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી રેડ દરમિયાન હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જીલ્લા એસપી એસ. આર. ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ સીટી પોલીસની બાતમીને આધારે ટંકારા પોલીસે વાછ્કપર ગામની સીમમાં સરગવા ઢાળ વાળી સીમમાં આવેલ મહિપતસિંહ ટપુભા જાડેજા રહે. હાલ રતનપર તા. રાજકોટ વાળાની વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ-૧૧૭૬ કીંમત રૂપિયા પાંચ લાખ પીસતાલીસ હજાર ચારસો નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી મહિપતસિંહ ટપુભા જાડેજા હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.