Halvad-Morbi હળવદ માળીયા કચ્છ હાઈવે પર ચાલુ ટ્રકની તાલપત્રી કાપી ૬૦ હજાર કીમંતના સાત પાર્સલની ચોરી:ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધાયો.
ટ્રકચાલક ની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
હળવદ હાઈવે પર અગાઉ ચાલુ ટ્રકમાંથી ચોરી કરનાર ગેંગ અનેક વખત તરખાટ મચાવી ચુકી છે તો ફરી આવી ટોળકી સક્રિય થઇ હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદ માળિયા કચ્છ હાઈવે પર ચાલુ ટ્રકમાંથી ૬૦ હજારની કિમતના સાત પાર્સલની ચોરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયેલ જે બાબત ની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આગળ તજવીજ હાથ ધરવામાં આવી છે,
યુપીના વતની ગોવિંદસિંહ મહેશચંદ્ર રાજપૂત નામના ટ્રક નં જીજે ૧૨ વાય ૭૦૩૭ ના ચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ટ્રક લોડ કરીને અમદાવાદ થી હળવદ માળિયા કચ્છ હાઈવે પરથી જતો હોય ત્યારે સોલડી થી અણીયારી ટોલનાકા વચ્ચે ચાલુ ટ્રકમાંથી અજાણ્યા ઇસમેં તાડપત્રી કાપી ઇલેક્ટ્રિક સામાન, મોબાઈલ પાર્સલ અને રેડીમેઈડ કાપડના પાર્સલ સહીત સાતેક પાર્સલ કીમત રૂ ૬૦ હજારનો મુદામાલ ચોરી કરી ગયા છે,જે બાબત ની હળવદ પોલીસેમાં ફરીયાદ નોધાંતા આરોપી ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.