Dhoraji-Rajkot ધોરાજી નગરપાલિકા અને સરકારી તંત્ર તૂટેલા ફૂટેલા માર્ગોની વહેલાસર મરામત કરાવે તેવી માંગ સાથે રોડ ઉપર ઝાડ ઉગાડી અલગ પ્રકારનો વિરોધ.
રાજકોટ જીલ્લા નાં ધોરાજી માં રોડ મધ્યે વૃક્ષારોપણ થી ધોરાજીના બિસ્માર માર્ગ પરના ખાડાઓથી સલામતી માટે નો લોક પ્રબંધ નગરપાલિકા અને સરકારી તંત્ર ધોરાજીમાં તૂટેલા ફૂટેલા માર્ગોની વહેલાસર મરામત કરાવે તેવી માગણીચોમાસા દરમિયાન રોડ રસ્તાની હાલત અત્યંત કફોડી બની છે. ધોરાજીના જેતપુર રોડ, જમનાવડ રોડ જૂનાગઢ રોડ અને ઉપલેટા રોડની હાલત મગરમચ્છ ની પીઠ સમાન બની છે.બીજી તરફ તસ્વીર માં જે દેખાઈ રહ્યું છે તે ધોરાજી પાવર હાઉસ તરફનો મેઈન રોડ છે. જેમાં ઊંડા ખાડા પડવાથી લોકોએ જાતે જ કોઈ અકસ્માત ન સર્જાઈ તે માટે રસ્તા પર જ એક વૃક્ષ ઉભું કરી અકસ્માત નિવારવા પ્રબંધ કરી લીધો છે.
હવે મુખ્ય વાત એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ ના રોડ રસ્તાના કામોના કોન્ટ્રાકટર કે પાલિકા હદના રોડ કોન્ટ્રાકટર ગેરેન્ટી-વોરેંટી ભૂલી ગયા લાગે છે. માત્ર થોડા સમયમાં રોડ રસ્તાઓ તૂટી જવા એ તેમના નબળા કામની ઝાંખી સ્પષ્ટ રીતે કરાવે છે
નગરપાલિકા અને સરકારી તંત્ર ધોરાજીમાં તૂટેલા ફૂટેલા માર્ગોની વહેલાસર મરામત કરાવે તેવી માગણી કરી રહી છે. ધોરાજી ના જવાબદાર રાજકીય આગેવાનો અને એસી. ઓફિસમાં બેસતા સરકારી બાબુઓ પ્રજાપ્રશ્નો નો ઉકેલ લાવે તે આવશ્યક છે.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.