Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીના દરોડા ૫ હિટાચી મશીન સહિત ૧ કરોડનો મુદ્દામાલ જપ્ત.
હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં ખુલ્લેઆમ ખનીજચોરી ચાલી રહી છે ત્યારે મોરબી એલસીબી પોલીસ અને ખાસ ખનીજ વિભાગ અધિકારી દ્વારા ટીકર ગામ ની બ્ બ્રાહ્મણી નદી માં છાપો મારતા ૫ હિટાચી મશીન દ્વારા રેતીનું ખનન વહન થઈ રહ્યુ હતુ ત્યારે પોલીસેઅને ખાણ ખનીજ ના અધિકારી ઓ નદીના પટમાં છાપો મારતા પાંચ નદીના પટમાં દોડધામ મચી જવા પામી હતી પરંતુ પોલીસ અને ખાણ ખનીજ ના અધિકારીઓ પૂર્વ તૈયારી માં આવતા ૫ હિટાચી મશીન મશીન જપ્ત કરી ને ૪ શખ્સોને પોલીસે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ હળવદ તાલુકાના ટીકર ગામની બ્રાહ્મણીનદીમાં ખનીજ ચોરી ના દરોડા પડતા અને ભૂમાફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો મોરબી એલસીબી પોલીસ એ ૫ હિટાચી મશીન અને. ૪ આરોપી ને હળવદ પોલીસ સ્ટેશન. એ હવાલે કર્યા.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.