Morbi-નામદાર હાઈકોર્ટના આદેશના અનાદર બાબતે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ને નામજોગ હાઇકોર્ટનું તેડું.



મોરબી નગરપાલિકામાં ફરજ બજાવવામાં ઘોર બેદરકારી દાખવતા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ નામદાર હાઈકોર્ટના હુકમનો અનાદર કર્યો હોય આ મામલે હાઈકોર્ટના આદેશ ની અવગણના કરી હોવાની અરજી નામદાર હાઇકોર્ટમાં દાખલ થઇ છે. નામદાર હાઈકોર્ટે ગિરીશ સરૈયા ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા ને તેડું મોકલ્યું છે. અને તારીખ ૧-૧૦-૨૦૨૦ ના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. મોરબીમા નગરપાલિકા હાલના તકે બિનઅધિકૃત બાંધકામ રોકવામાં તદ્દન નિષ્ફળ ગઈ હોય તો તેનાં માટે એકમાત્ર જવાબદાર ગિરીશ સરૈયા જવાબદાર ઠરે છે. તેઓ જાણી જોઈને આવા બિનઅધિકૃત બાંધકામ રોકવામાં નિષ્ફળ રહે છે. તેઓ સરકારના ઉચ્ચ અધિકારીઓના એક પણ આદેશ નું પાલન નથી કર્યું તેના પુરાવા અન્ય એક બિનઅધિકૃત બાંધકામ બાબતના થયેલા આદેશો રજૂઆત કરનારાઓ પાસે લેખિતમાં પડ્યા છે. એક પણ ઉચ્ચ અધિકારીઓ નાં આદેશો નું પાલન ન થાય ત્યારે માત્ર ન્યાયમંદિર એક જ આધાર હોય છે. અને આવો એક મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે.અને નામદાર ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકા ને તેમણે આપેલી નોટિસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પણ નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશ નો અનાદર કરવામાં આવ્યો છે તે બાબતે એક અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાની હદમાં મધુરમ સોસાયટી માં બાંધકામની મંજૂરી વગર અને કોમન જીડીસીઆરના નિયમોનો ભંગ કરતું વાણિજ્ય બાંધકામ થઇ રહ્યું હતું તેને રોકવા અને મનાઈ હુકમ મેળવવા સ્થાનિક રહેતા દક્ષાબેન ભાવેશભાઈ કાસુન્દ્રા તથા ચાર નાગરિકોએ નામદાર હાઇકોર્ટમાં એડવોકેટ એસ.પી. મજબુદાર મારફતે અરજી કરી છે. આ અરજી અન્વયે મોરબી નગરપાલિકા જે-તે સમયે તેમાં કામ રોકવા માટે જણાવવામાં આવેલ પણ બાંધકામ પુર્ણ થયુ ત્યાં સુધી નગરપાલિકા તંત્ર સ્થળ ઉપર ગયુ જ નહીં અને નામદાર હાઈકોર્ટના હુકમનો અનાદર થયો. આ મામલે નામદાર હાઈકોર્ટમાં અરજી થઈ છે. તે અરજી અનુસંધાને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા ને નામજોગ પત્ર પાઠવીને આગામી તારીખ ૧-૧૦-૨૦૨૦ ના રોજ હાઇકોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે. અહીં એ વાત જણાવી દઈએ કે નામદાર હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જાય તેમજ સરકારી ઉચ્ચ અધિકારીના આદેશ નો સરેઆમ ઉલ્લંઘન કરે તેવાં કર્મચારીઓ વિરુદ્ધ સરકારે ખાતાકીય તપાસ કરાવીને અધિકારીઓના આદેશની અવગણના કરી ફરજમાં બેદરકાર રહેવાનું શું રહસ્ય છે? તેની તપાસ કરવી જોઈએ. કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી સરકારી આદેશનું ઉલ્લંઘન કરવામાં સરકારી કર્મચારીઓ સો વાર વિચાર કરે તેવું લોકો પણ જણાવી રહ્યા છે.

મોરબી:-શ્રીકાંત પટેલ દ્વારા.

error: Content is protected !!