Halvad-Morbi હળવદ હાઈવે પર અકસ્માતમાં બેના મોત મામલે ટેન્કરચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો.

Loading

હળવદના નવા ધનાળા પાટીયા નજીક કાર ટેન્કર પાછળ ઘુસી જતા કારમાં સવાર બેના મોત થયા હતા જે બનાવ મામલે મૃતકના સગાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

કચ્છના માંડવી તાલુકાના ના મોટા આસબીયા રહેવાસી હાલ મુંબઈ રહેતા જયકુમાર ઉર્ફે રાજુભાઈ ભવાનજી ગાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ટેન્કર નં જીજે ૦૬ એએક્સ ૫૮૫૫ ના ચાલકે હળવદ માળિયા કચ્છ હાઈવે પર નવા ધનાળા પાટીયા પાસે કોઈપણ સાઈડ સિગ્નલ આપ્યા વગર અચાનક રોડની સાઈડ બદલી ટેન્કરને એકદમ બ્રેક મારતા પાછળ આવતા ફરિયાદીના ભાઈ બ્રિઝગાલા ની કાર એમએચ ૦૧ બીબી ૭૫૦૭ ટેન્કર પાછળના ભાગે અથડાઈ જતા ફરિયાદીના કાકા બીપીનભાઈ (ઉ.વ.૬૩) અને ભાઈ બ્રિઝ(ઉ.વ.૨૬) ને ગંભીર ઈજા થતા મોત થયું છે જયારે ફરિયાદીના કાકી કલ્પનાબેન (ઉ.વ.૫૪) અને રીક્કીભાઈ (ઉ.વ.૩૨) ને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે,

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!