Halvad-Morbi કોરોના સામે હળવદની શિક્ષીકા જંગ હારી ગયા:અવસાન પામેલ કોરોના વોરિયર્સ શિક્ષિકાના પરિવારની મદદે આવ્યા પ્રાથમિક શાળાના શિક્ષકો.

Loading

સમગ્ર વિશ્વમાં કોરાનાએ આફત સર્જી છે તેવામાં સતત ખડેપગે રહેનાર સરકારી કર્મચારીઓનીસેવા નોંધનીય બની છે. ત્યારે હળવદ તાલુકાના શિક્ષિકાએ ગત ઓગષ્ટ માસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ હારી જતા દમ તોડયો હતો. જયારે નિષ્ઠાવાન સરકારી કર્મી શિક્ષિકાના પરિવારજનોની મદદે હળવદ તાલુકાના પે.સે. શાળા સહિત પ્રાથમિક શાળાના શિક્ષકો વહારે આવ્યા છે અને પરિવારને આર્થિક મદદરૂપ બન્યા છે.
કોરોના કાળમાં અનેક સરકારી કર્મચારી એટલે કે કોરોના વોરિયર્સએ આહુતિ આપી છે અને આવી મહામારીના સમયમાં સરકારી કર્મીઓ સતત ખડેપગે રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના રાણેકપર રોડ પર આવેલ સાનિધ્ય બંગ્લોઝ ખાતે રહેતા શિક્ષિકા ચેતનાબેન રામપ્રસાદ રામાનંદી સગર્ભા હોય અને કોરોના પોઝીટીવ આવતા અમદાવાદની સંજીવની હોસ્પિટલમાં સારવાર કરાયા બાદ વધુ વધુ સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીધી હતી અને પરંતુ એમના પરિવારજનોની આશ બંધાયેલી રહી જ ગઈ. અને કોરોના વોરિયર્સ શિક્ષિકા અમદાવાદની સિવિલમાં આખરે જંગ હારી ગયા અને અંતિમ શ્વાસ લીધા. નાના ૮ વર્ષના બાળકને માતૃત્વ પ્રેમ ગુમાવવાનો વશવશો થયો છે અને તેમના પતિ કપીલભાઈ સાધુ સાથે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.


હળવદ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ કોરોના વોરિયર્સ ચેતનાબેનના પરિવારજનોની આર્થિક મદદે આવ્યા છે. અને સમગ્ર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત પે.સે. શાળાના શિક્ષકોએ ૩,૯૭,પ૦૦ જેટલી રકમનો ફાળો એકત્ર કરી પરિવારજનોની મદદે આવ્યું છે તો સાથે જ તાલુકાની ૧ર પે.સે. શાળાના શિક્ષકોએ ૧ લાખ ર૬ હજારની રકમ એફ.ડી.કરાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ર૦૦૭થી ર૦ર૦ સુધીની શિક્ષિકાની ફરજમાં ચેતનાબેન કેટલાક શિક્ષકોના આદર્શ અને પ્રેરણારૂપ બની રહ્યા. તેમજ તેઓ છેલ્લા સાત વર્ષથી સતત ટીકરની શાળા નં.૩માં ફરજ બજાવી લોકચાહના મેળવી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!