Gadhinagar બાયો ડીઝલના વેચાણ સામે કાર્યવાહી કરવા ગાંધીનગરમાં હાઇ-લેવલ બેઠક.
રાજ્યમાં બાયો- ડીઝલના નામે વેચાતા ઝેરી કેમીકલ્સનાં વેચાણ સામે ગુજરાતનાં પંપ ધારકોએ એલાને જંગના મંડાણ કરતા સરકાર સફાળી જાગી છે. અને આ અંગે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવા અને રણનીતિ ઘડવા આજે સાંજે ૪ કલાકે ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ મળશે. અને ભાવી પગલા અંગે ચર્ચા થશે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એશોસીએશનના હોદેદારો દ્વારા આપવામાં આવેલ માહીતી મુજબ ફેડરેશન દ્વારા આગામી ૨૮ તારીખે ‘નો પેરચેશ’ના એલાન બાદ સરકાર હરકતમાં આવી છે. અને આજે સાંજે અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના કમિટીરૂમમાં મીટીંગ બોલાવવામાં આવી છે.
અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના ના ઉપ સચિવ વી.ડી. રથવી તરફથી લખાયેલ પત્રમાં હાઇ-લેવલના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. ગૃહ વિભાગના સંયુકત સચિવ, અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના નિયામકશ્રી, રાજ્ય વેરા વિભાગના એડીશ્નલ કમિશ્નરશ્રી, ઇન્ડિયન ઓઇલના રાજ્યનાં કો-ઓર્ડિનેટર, ભારત પેટ્રોલીયમના સિનિયર મેનેજર, હિન્દુસ્તાન પેટ્રોલીયમના ચીફ રીજીયોનલ મેનેજર, ફોરેન્સીક સાયન્સના નિયામકશ્રી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોશિએશનના પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે.
અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના ઉપ-સચિવ દ્વારા લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે ભારત સરકાર દ્વારા ગત. તા. ૩૦/૪/૨૦૧૮ના બહાર પાડવામાં આવ.લા નોટીફીકેશનમાં બાયો -ડીઝલના વેચાણ માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં અમલીકરણ માટે અને રાજ્યમાં વેચાતા બાયો-ડીઝલા અન્નઅધિકૃત વેચાણનો મોકવા બાબતે મહત્વની ચર્ચા કરવા માટે આ મીટીંગ બોલાવવામાં આવી છે. સંભવત આ મીટીંગમાં ફેડરેશન દ્વારા આગામી ૨૮ તારીખે ‘નો પરચેઝ’ રોકવા પણ ફેડરેશનનો કહેવામાં આવશે.
ઉપરાંત ગેર-કાયદે વેચાતા બાયો-ડીઝલના નામે ઝેરી કેમીકલ્સનાં વેચાણ સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવાની ખાત્રી પણ આપવામાં આવશે તેવું ફેડરેશનના હોદેદારે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અન્ન અને નાગરીક પુરવઠા સચિવ દ્વારા બે દિવસ પહેલા તમામ જીલ્લા કલેકટરોને બાયો-ડીઝલના ગેરકાયદે વેચાણ સામે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી છે.