Upleta-Rajkot ઉપલેટાના નાગવદર જવાનો અંદાજિત 5 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં: એસ.ટી. પણ આ રસ્તે ચાલવા તૈયાર નથી.

ઉપલેટા તાલુકાના નાગવદર તરફ જવાનો રસ્તો કે જે રસ્તો વારજાંગ જાળીયાથી થઈ અને નાગવદર જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો એટલો ખરાબ અને બિસ્માર હાલતમાં છે જેને લઈને અહીંથી પસાર થતાં ગ્રામજનો અને રાહદારીઓ અત્યંત ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે કારણ કે જે રીતે આ રસ્તાની આ સ્થિતિ જોવા મળી રહી છે તે પરથી સ્પષ્ટ પણે એવું લાગી રહ્યું છે

કે જ્યારે આ અત્યંત બિસ્માર હાલતના રસ્તા પરથી નાગવદર થી કોઈ વ્યક્તિને ઈમરજન્સી અથવા તો કોઈ દવાખાનાના અગત્યના અથવા અન્ય કોઈ કારણથી અહીંથી આવન – જાવન કરવું પડે ત્યારે આ રસ્તા ઉપરથી પસાર થવું અને સમયસર પહોંચવું તે વાત અશક્ય હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ખરાબ રસ્તાને પગલે તંત્રને ગ્રામજનો, સરપંચ,  ઉપસરપંચ દ્વારા અગાઉ ભૂતકાળમાં પણ આ ખરાબ રસ્તા બાબતે રજૂઆતો કરાઈ છે પણ આ રજૂઆતોને કેટલું પ્રાધાન્ય મળ્યું છે તે આ દેખાતા રસ્તા પરથી સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે. આ રસ્તામાં પડતી મુશ્કેલીઓને પગલે ગ્રામજનોનું કહેવું છે કે આ રસ્તા ઉપર ભારે વાહનો અને ઓવરલોડેડ ટ્રકો ચાલે છે જેથી આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં થઇ ચૂકયા છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે જો અહીંયાથી કોઈ મેડિકલ ઈમરજન્સી અથવા તો કોઈ બીમાર વ્યક્તિને તત્કાલ ઉપલા મોટા શહેરમાં અથવા તો મોટા દવાખાને તત્કાલ લઈ જવું પડે તો  આ રસ્તેથી પસાર થવું પડશે ત્યારે   એમને પહોંચવું પણ કદાચ નહિવત જેટલું શક્ય બની શકે. 

ઉપલેટા:-આશિષ લાલકિયા દ્વારા.

error: Content is protected !!