Gondal-Rajkot ગોંડલના ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વારા છેલ્લા ચાર મહિના થી બનાવાઈ રહ્યું છે ઉઘાડું સત્ય મનુષ્ય અને આધુનિક મશીનરી આધારીત ચિત્રનો આખરી ઓપ અપાઈ રહ્યો છે.


 ગોંડલના ચિત્રકાર હેમંત ચૌહાણ દ્વાર શ્રી પ્રમુખ સ્વામી,ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મોરારીબાપુ ,કિર્તી દાન ગઢવી સહિત ના કલાકારો ના આબેહૂબ ચિત્રો બનાવી ચુક્યા છે.અનેક રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો માં તેના ચિત્રો પ્રદર્શન માં મુકવામાં આવ્યા છે

હાલમાં ચિત્રકાર હેમંત ચૌહાણ લોક ડાઉન દરમિયાન છેલ્લા ચાર મહીના થી દિવસ રાત ઉઘાડું સત્ય જે ચિત્ર મનુષ્ય નાં જન્મ થી લઇ આધુનિક યુગની મશીનરી થી લઇ એક સ્ત્રીની સહનશક્તિ અને તેની વેદના આધારિત ઉઘાડું સત્ય નામનું ચિત્ર કે જેની સાઈઝ ૨૦/૩૦ ની છે તેને આકાર આપી રહ્યા છે જેને લઈને આ ચિત્રકાર પોતાના પ્રાણ પુરી રહ્યા છે આ ચિત્ર ને બનાવા દિવસ રાત મહેનત કરીને આ કલાકાર વાસ્તવિક જીવન આધારીત ચિત્રને આખરી ઓપ આપી રહ્યા છે.




error: Content is protected !!