Halvad-Morbi નિઃસહાય સાઈઠ વર્ષ ની વૃધ્ધા ને સહારો બનતું રોટરી ક્લબ ઓફ હળવદ.

આજથી આંઠેક માસ પહેલાં આ માજી એમના છ માસ પહેલા સ્વર્ગસ્થ થયેલા પતિ સાથે રોટરી હળવદ ને મળવા માટે આવ્યાં એમને જણાવ્યુ હતું કે મારા પતિની ઉમર 70 વર્ષ છે અને મારી 60 વર્ષ.અમે નિઃસંતાન દંપતી છીએ.અમે હાલ નિઃસહાય છીએ.

અમે ઘેર રાંધીને ભોજન બનાવીને લોકોના ઘરે ટિફિન પહોંચાડીને ઘરનું ગુજરાન કરવાનો અમારો ધંધો હતો.
જેનાથી અમારા દાણા પાણી માંડ ચાલતા હતાં.
પણ હમણાં થોડા સમય થી મારા પતિને માંદગી આવી છે.
જેથી મારે એમની સેવા અને સરભરા માં રહેવું પડે છે અને મારા પતિ થોડું ચાલે તોય શ્વાસ ચડતો હોવાથી ટિફિન વાળો અમારો ધંધો અત્યારે સાવ ઠપ્પ થઈ ગયો છે.જેથી આવક પણ બંધ થઈ ગઈ છે અને દવાઓના અને દવાખાના ના ચક્કરને હિસાબે બચેલ નાણાં તો વપરાઈ ગયા એ સિવાય માથે દેણું વધી ગયું અને રોજિંદા વપરાશની વસ્તું ઓના બિલો પણ એટલા ચડી ગયા છે. સીધુ સામાન બધું ખૂટયું છે.

અમારે કોઈ પ્રકારની બીજી આવક નથી કે કોઈ મદદરૂપ થાય એવું નહિ હોવાથી અમે હાલ ખરેખરાં મૂંઝવણ અને દુવિધા માં છીએ કોઈ યોગ્ય રસ્તો દેખાતો નહિ હોવાથી અમને આપઘાત કરવાના વિચારો આવે છે.રોટરી અમારા જેવા તકલીફમાં હોય એમની મદદ કરે છે એવું સાંભળીને અમે અહીંયા આવ્યા છીએ.
જેમને અમને તમારી પાસે મોકલ્યા એમને એવા વિશ્વાસથી કહ્યું છે કે તમે જાવ તો ખરા… નિરાશ થઈને પાછા નહિ આવો.
તમારો કોઈ ને કોઈ સારો ને ઝડપી રસ્તો નીકળી જ જાશે.

એમને સાંભળ્યા બાદ એમના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી.સૌથી પહેલા અમારા રોટે. ડો.અમિત પટેલને કોલ કરીને ઓફીસ બોલાવ્યા.આ લોકો એમની સુરેન્દ્રનગરની છેલ્લી સારવારના કાગળો અને રિપોર્ટ સાથેજ લાવ્યા હતા.સાહેબે બધું ચેક કર્યું.એમાં હૃદય ની બીમારી ના લક્ષણો દેખાયા.
એમનું હાર્ટ પહોળું થતું હતું અને પ્રોપર પંપીંગ થતું નહોતું.

બીજે જ દિવસે અમે સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ લઈ ગયા.ત્યાં પ્રાથમિક સુધારા અને રિપોર્ટ્સ માટે એડમિટ કરાવીને સારવાર શરૂ કરવામાં આવી.હાથ પગમાં સોઝા રહેતા હતા.
કિડનીમાં ક્રિએટિનિન વધુ આવતું હોવાથી એ કંટ્રોલ થાય પછી હાર્ટ ઓપરેશન નું વિચારી શકાય એમ હતું.
જેથી ત્યાં દોઢ મહિનો નિગરાની માં રાખવામાં આવ્યા.
પરંતુ હજી કિડની ફંકશન ઓકે થયું નહિ જેથી દવાઓ અને ઇન્જેક્શન લખીને રજા આપવામાં આવી અને 10 દિવસ પછી બતાવવા આવવાનું કહ્યું હતું.દવાખાનાની દોડાદોડી અને ત્યાંની વ્યવસ્થામાં અમને ગીરીશભાઈ મહારાજ ઘનશ્યામપુર વાળા ખૂબ જ મદદરૂપ થયા હતા.ત્યાર બાદ અમે તેમની બાકીની મૂંઝવણ અને પરેશાની દૂર કરવાના પગલાં શરૂ કર્યા.

જેમાં કેટલાય મહિનાઓ ના કેટલાય બિલો જેવાકે
દૂધનુંબિલ,અનાજ કરિયાણાનું બિલ,લાઈટ બિલ અને ફાઇનાન્સ પર લીધેલું સ્કુટરના પણ 6 હપ્તા ચડી ગયા હતા. અને એ સિવાયનું પરચુરણ દેવું પૂરું કર્યું અને છ માસનું બીજુ કરીયાનું ભરી આપ્યું.દવાઓ અને દવાખાના નો તેમજ આવવા જવા નો ખર્ચ પેટે રકમ આપી દેવામાં આવી હતી.જેથી આ દંપતી ને માથેથી બધો જ ભાર હળવો થઈ જતા રાહત નો શ્વાસ લીધો હતો.
થોડો ટાઈમ પછી દાદા ની તબિયત બગડતા પાછા અમદાવાદ એસ.વી.પી. માં એડમિટ કરવામાં આવ્યા
ત્યાં તબિયત વધુ લથડતા એમનું સારવાર દરમિયાન અવસાન થયું હતુઁ.નિરાધાર બનેલા આ વિધવા માજી હાલ એમના વયોવૃદ્ધ બા સાથે ગામડે રહે છે.રોટરી હળવદ દ્વારા આપેલ કરિયાનું ખૂટતા ફરી એમને સંપર્ક કર્યો હતો.

જેથી હવે એમને જીવે ત્યાં સુધી દર મહિને કાયમી કિટની વ્યવસ્થા રોટરેક્ટર નિકુંજ ગજેન્દ્રભાઈ મોરડીયાના આર્થિક સહયોગથી કરી આપવામાં આવી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!