Bharuch-Mangrol માંગરોલ તાલુકા પંચાયત ની સામાન્ય સભા જગદીશ ભાઈ ગામીત ની અઘ્યક્ષતા મા યોજાઈ
માંગરોળ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ જગદીશભાઈ ગામીતના અઘ્યક્ષ સ્થાને સામાન્યસભાની બેઠક યોજાઇ હતી,બેઠકની શરૂઆત બે મિનિટનું મૌન પાડીને કરવામાઆવેલ .ત્યારબાદ ગત સભાની કાર્યવાહી વાચનમાં લઈ બહાલી આપવામાં આવી હતી., ગત સભા મા થયેલ ઠરાવો ના અમલીકરણ અહેવાલ વાંચન મા લેવા બાબત, બેઠકમાં ૧૫ માં નાણાંપંચની યોજના હેઠળ તાલુકા કક્ષાની ગ્રાન્ટ માટે કામોનું આયોજન માટે પ્રમુખ જગદીશભાઈ ગામીતે જણાવેલ હતુ કે દરેક સભ્ય ને પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે છ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.અને આ કામોનું આયોજન કરીને તાલુકા પંચાયત કચેરીને મોકલી આપવા જણાવવામાં આવ્યું હતુ .જગદીશ ભાઈ ગામીતે દરેક સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.બેઠકમાં સભ્યસચિવઅને ટી. ડી. ઓ. (TDO) દિનેશભાઇ પટેલ ,ઉપ પ્રમુખ મીનાક્ષીબેન મહિડા, મુકેશભાઈ ચૌહાણ, ઉમેદભાઈ ચૌધરી, અન્ય સદસ્યો, DGVCL ના અધિકારી સહિત મોટી સંખ્યામા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
પાલેજ:-સલીમ પટેલ દ્વારા.