Virpur-Rajkot વીરપુર સહિત સમગ્ર જેતપુર તાલુકામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

Loading


રાજકોટ જિલ્લાના વિરપુર સેજામાં તથા સમગ્ર જેતપુર તાલુકામાં આઈ.સી.ડી.એસ ઘટક દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ન્યુટ્રીશનને લગતા પોષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાઈ તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમકે વાનગી સ્પર્ધા તેમજ આ.વા. કેન્દ્રોની કિશોરિઓ દ્વારા પોષણ અંગેના સંદેશા રજૂ કરતા તોરણો બનાવેલ હતા તથા આંગણવાડીમાં જ ઊગી શકે તેવા શાકભાજીના રોપ વિતરણ પણ કરવામાં આવ્યા હતા અને તાલુકાની 20 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રિગાર્ડન બનાવવામાં આવ્યા હતા જેમાં ઘટકના બાળ વિકાસ યોજનાના અધિકારી શોભનાબેન લાડાણી એન.એન.એમ બ્લોક કોર્ડિંનેટર શ્રદ્ધાબેન બી.ચૌહાણ તેમજ ઘટકના તમામ સુપરવાઈઝર દ્વારા જિલ્લા કક્ષાના અધિકારી વત્સલાબેન દવે તેમજ વિપુલભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

વીરપુર:-કિશન મોરબીયા દ્વારા.

error: Content is protected !!