Halvad-Morbi રોટરી ક્લબ અનેં ઇનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા આંગણવાડીના બાળકોને સ્ટીલના લૉન્ચબોક્સ વિતરણ કરવામાં આવ્યાં.
માતા ના ગર્ભ થી લઈ ને બાળક 6 વર્ષ નું થાય ત્યાં સુધી એના માટે પૂરક અને પોષણ આહાર માટેનો ખુબજ શ્રેષ્ઠ કાર્યકમ સરકારશ્રી દ્વારા ચાલી રહ્યો છે.
જે હાલ કોરોના મહામારીના સંજોગોમાં આવા કેન્દ્રો બંધ હોવાથી બાળકોને ઘરે આપવામાં આવતો નાસ્તો લઈ જવામાં કે આપવામાં સરળતા રહે એવા હેતુથી રોટરી અને ઇનરવિલ ક્લબ દ્વારા બધાજ બાળકોને લૉન્ચબોક્સ નું વિતરણ
હળવદની જી.આઇ. ડી.સી. ઉદ્યોગમાં મજૂરી કરતા શ્રમિકો ના બાળકો માટેની આંગણવાડીમાં નૂપુર ઉપાધ્યાય (ગીની) લંડન ના આર્થિક સહયોગથી વિતરણ કરવામાં આવ્યા હતા.
હાલ ચાલી રહેલા પોષણ અભિયાન 2020 અંતર્ગત icds હળવદ ઘટકના જીઆઇડીસી કેન્દ્રના આ કાર્યક્રમમાં cdpo મમતાબેન એમ. રાવલ અને સ્ટાફ તરફથી તમામ બાળકોને ફ્રુટનું વિતરણ પણ કરવામાં આવેલ.
આ પ્રસંગે એ.એમ. સંઘાણી, આંકડા અધિકારી icds
ખાસ હાજર રહ્યા હતા.
આંગણવાડી વર્કર મનાલીબેન વૈષ્ણવ દ્વારા પ્રોગ્રામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.