Halvad-Morbi હળવદમાંથી થોડા દિવસો પૂર્વે અપહરણ કરાયેલ સગીરાને શોધી કાઢવામાં સફળતા:ડીવાયએસપી ટીમે ભોગ બનનારને શોધી કાઢી.
હળવદ પંથકમાં અપહરણ ભોગ બનનાર ૧૫ વર્ષની સગીરાને ડીવાયએસપી ટીમે શોધી કાઢીને પરિવારને સોપવા તજવીજ હાથ ધરી છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટીમ તૈયાર કરવામાં આવી હોય જે ટીમ તપાસમાં હોય દરમિયાન હળવદમાંથી સગીરાનું અપહરણ કરાયું હોય જે ભોગ બનનાર સગીરા દેવળિયા ચોકડી ખાતે હોવાની બાતમી મળતા ડીવાયએસપી ટીમે સ્થળ પર પહોંચીને ભોગ બનનારને શોધી કાઢીને તેના વાલીવારસને સાથે રાખી હળવદ પોલીસ મથકમાં સોપવામાં આવી છ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.