શાપર-વેરાવળ પો.સ્ટે વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય,રાજકોટ જીલ્લમાં નાર્કોટીક્સના વધુમાં વધુ કેસ કરવા સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. એચ.ડી.હિંગરોજા સાહેબ એસ.ઓ.જી ના સ્ટાફ સાથે શાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ.વિજયગીરી ગોસ્વામી નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે નિરજ ભાનુપ્રતાપ તીવારી રહે. શાપર વાળો શાપર ચોકડી થી પી.એસ.પ્લાઇવુડ તરફ પોતાના હવાલા વાળી છકડો રીક્ષામાં માદક ગાંજ્જાનો જથ્થો લઇને વેચાણ કરવા નીકળનાર છે. જે મળેલ હકિકત આધારે રેઇડ કરતા માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૩૮ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૩૮૦/- તથા છકડો રીક્ષા કિ.રૂ.૧૫૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે કુલ ૩૫,૩૮૦/- ના મુદા્માલ સાથે મળી આવતા શાપર(વે) પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી માં નિરજ ભાનુપ્રતાપ તીવારી બ્રાહ્મણ ઉવ.૨૨ રહે. શાપર-વેરાવળ પી.એસ પ્લાવુડ પાછળ મફતીયાપરા
મુળ રહે.ભીખપુર ઉત્તરપ્રદેશ
કબ્જે કરેલ મુદા્માલમાંં ગાંજાનો જથ્થો ૧ કિલો ૩૮ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૩૮૦/-છકડો રીક્ષા કિ.રૂ.૧૫૦૦૦/-
મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૩૫,૩૮૦/-
રેઇડમાં સાથે રહેલા અધિકારી/કર્મચારીઃ-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ એચ.ડી.હિંગરોજ તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા વિજયભાઇ ચાવડા તથા પરવેઝભાઇ સમા પો.હેડ કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા સંજયભાઇ નિરંજની તથા અમિતભાઇ કનેરીયા તથા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી તથા રણજીતભાઇ ધાધલ તથા દિલીપસિહ જાડેજા સહિતના કામગીરીમાં જોડાયા હતા.