Gondal-Rajkot ગોંડલ એસઆરપીમાં ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુક્તિ સેમિનાર નું આયોજન થયું.

ગોંડલ એસઆરપી ગ્રુપ 8 ના જવાનો માટે ટ્રેસમેનેજમેન્ટ,ચિંતા ઉપાધિ મુક્તિ સેમીનાર નું SRPના શ્રી એમ.ડી.પરમાર DYSP ના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ SRP ગ્રુપ માં ફરજ બજાવતા કર્મચારીઓ,અધિકારીઓ માટે રોજિંદા જીવનમાં અને વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ચિંતા ઉપાધિ મુક્ત ફરજ બજાવી શકે અને ટ્રેસ મેનેજમેન્ટ દ્વારા રોજિંદા વ્યવહારમાં સામાન્ય જીવન કેમ જીવવું તેનું માર્ગદર્શન આપવા માટે ગોંડલ ના ડો.ચિરાગ સાતા એમ.ડી.,આર. ડી.મહેતા નિવૃત ચીફ એન્જી.અને પ્રકૃતિપ્રેમી હિતેશ દવે ના વક્તવ્ય નું આયોજન કરવામાં આવેલ.


ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત અધિકારીઓ,કર્મચારીઓ અને SRP જવાનો ને વ્યવસ્થિત અને જીવન ઉપયોગી માર્ગદર્શન આપતા ડો.ચિરાગ સાતા એ જણાવેલ કે આપણે જીવનના દરેક પ્રશ્નો ને મેગ્નિફાઈ કરીને જોવાની આદત કેળવી છે તે નુકશાન કારક બને છે..પ્રકૃતિપ્રેમી હિતેશ દવેએ જણાવેલ કે જીવનમાં દરેક ડગલે મુંઝવતા પ્રશ્નોને અનુભવ અને સહજતાથી લઈને તેને હલ કરવાની આદત કેળવવી ખૂબ જરૂરી છે.આર. ડી.મહેતા એ તમામ જવાનોને તેમની લોકોની સેવા કામગીરી ને બિરદાવતા નોકરી અને ઘર કુટુંબને બેલેન્સ રાખી સારા વાણી વર્તન અને તંદુરસ્ત શરીર વડે જીવનમાં સફળતા મેળવી શકાય છે..


DYSP શ્રી એમ.ડી.પરમારે જણાવેલ કે વડીલોના જીવન અને અનુભવમાંથી તેમજ તેમનો આદર કરવાની આદત વડે જીવનમાં આવતા ચિંતા ઉપાધિ અને પ્રશ્નો નો હલ મેળવી શકાય છે. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન SRP PSI શ્રી રાઠોડસર દ્વારા કરવામાં આવ્યું.જાડેજાસર દ્વારા SRP જવાનો માટે પોતાનો સમય જ્ઞાન અને અનુભવ દ્વારા ઉપયોગી વક્તવ્ય આપવા બદલ ડો.ચિરાગ,હિતેશ દવે,અને મહેતાસહેબ નો આભાર વ્યક્ત કરેલ…સેમિનારના આયોજન માં સુરેશ ગોંડલીયા નો સહયોગ મળેલ…..
સેમિનારનો લાભ લેનાર જવાનોએ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ વકતવ્ય અને માર્ગદર્શન ખુબજ ઉપયોગી અને અસરકર્તા હોવાનોભાવ વ્યક્ત કર્યો હતો..

error: Content is protected !!