Halvad-Morbi હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચેનો બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ છેલ્લા ચાર વર્ષથી બિસ્માર અને જર્જરિત હાલતમાં,અનેકવાર રજુઆત છતા તંત્ર ધોર બેદરકારીના કારણે ગ્રામજનને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે,તાત્કાલિક ઉકેલ લાવા ગ્રામજનોની માંગ.

Loading

હળવદના મયુરનગર રાયસંગપુર વચ્ચે આવેલ બ્રાહ્મણી નદીનો તૂટેલો પુલ યુવક માટે મોત નો પુલ સાબિત થયો નદીમાં ડૂબી જવાથી આશાસ્પદ યુવાનનું મોત છેલ્લા એક વૅષ માં ડુબી જવાથી ત્રણ યુવાનો નાં કરુણ મોત : તંત્ર ઘોર નિંદ્રામાં

હળવદ તાલુકાના ના મયુરનગર રાયસંગપુર વચ્ચે આવેલ બ્રાહ્મણી નદી નો તૂટેલા પુલ છેલ્લા ૪ વષૅ થી અતિ બિસ્માર અને જજૅરીત હાલતમાં હોવાથી ગામજનો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, શુકવાર ૧૮/૯ ના બપોરના સમયે યુવક તેના પિતાને ટિફિન આપી પરત ફરી રહીયો હતો એ સમયે ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યું હતું , ગ્રામજનો દ્વારા ધારાસભ્ય, સંસદસભ્ય અને તંત્ર અનેક વાર રજુઆત કરવા છતાં પુલનું સમારકામ ન કરવામાં આવતા બે ગામ ને જોડતો પુલ મોતનો પુલ સાબિત થયો છે છેલ્લા એક વષૅ માં ત્રણ યુવકોના ડુબવાથી મોત થયા છે, છતાં પણ તંત્ર પણ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

હળવદના તૂટેલા પુલના કારણે અનેક અકસ્માતના બનાવો ભૂતકાળમાં બન્યા છે,મયુરનગરથી નદીના સામે કાંઠે મજુરીકામે ગયેલ માતા પીતાને ટીફિન આપી પરત ફરતો યુવાન રાજુભાઇ છગનભાઇ મકવાણા ઉ.૨૦નુ નદિમા ડૂબી જતા કરૂણ મોત નિપજ્યું હતું, યુવાનના મોતથી નાના એવા મયુરનગર શોકનુ મોજુ ફળી વળ્યુ હતુ, ગ્રામજનોએ ભૂતકાળમાં આ પુલ બનાવવા અનેક રજુઆત તંત્રને કરેલી છે, મયુરનગર અને રાયસંગપર વચ્ચે બ્રાહ્મણી નદી નો પુલ ટુટેલો હોવાથી પાણીમા પસાર થઇને સમાકાંઠે જવુ પડે છે,એટલુજ નહી કોય મરણ થાય તાઓ સમસ્શાન માટે સામા ગામ જાવુ પડે છે,તૂટેલા પુલને કારણે ગ્રામજનોને જીવ તારવે ચોટેલો રહે છે, છોકરાઓ ભણવા જાય અને પરત ન ફરે ત્યા સુધી ચિંતા રહે છે,

એક વષૅ માં ત્રણ યુવાનો ગુમાવવાનો વારો આવ્યો છે,અનેક વાર રજૂઆત કરવા છતાં નિભર તંત્રના પેટનું પાણી હલતું નથી, હાલ તૂટેલો પુલ મોતનો પુલ સાબિત થયો છે જેના લીધે સામાન્ય પરીવારને આશાસ્પદ યુવાનને ખોવાનો વારો આવ્યો છે,જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય ઉકેલ લાવવામાં નહી આવેતો ગ્રામજનોઓ દ્રારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું,

હળવદ તાલુકાના મયુરનગર રાયસંગપુર વચ્ચે બ્રાહ્મણી નદી નો તૂટેલો પુલ બિસ્માર જજૅરીત હાલતમાં છે જે બાબતે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં. ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!