Gondal-Rajkot ગોંડલ નગરપાલિકાના સ્ટાફનું કોરોના ટેસ્ટીંગ: ૧૦૮ લોકોમાંથી ૩ ને પોઝીટીવ.

Loading

ગોંડલ નગરપાલિકા ખાતે કોરોના મહામારીના સાવચેતીનાં ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફીસ ગોંડલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ભગવતપરા ગોંડલના સહયોગથી નગરપાલિકાના તમામ સ્ટાફના કોરોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફીસર ડો.ગોપાલના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફિસર ડો.દેવાંગી ડાબલીયા અર્બન હેલ્થ સ્ટાફ તેમજ ધનવંતરી રથના આરબીએસકે મેડીકલ ઓફીસર ડો.શ્રધ્ધા દેસાણી દ્વારા કુલ ૧૦૮ લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુન. જેમાંથી ૩ લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હેલ્થ સ્ટાફ દ્વારા હોમ કવોરન્ટાઇનની કામગીરી તાત્કાલીક ધોરણે હાથ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ચીફ ઓફીસ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખથી માંડી તમામ સ્ટાફ કોરોના ટેસ્ટીંગ કરાવી જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. લોકોને કોરોના ટેસ્ટીંગથી ડરવાની જરૂર નથી. આ તમામ કાર્ય તાલુકા હેલ્થ ઓફિસ અને અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી ટેસ્ટીંગ થયો.

error: Content is protected !!