Dhoraji-Rajkot ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ જીલ્લાનાં ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજીની જનતા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીય ના હસ્તે કરવામાં આવ્યું હતું
ધોરાજી ત્રણ દરવાજા પાસે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવેલ કે ધોરાજી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ધોરાજી ની જનતા માટે એ સેવા કાર્ય કરેલ છે તે ખરેખર બિરદાવવા લાયક છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપવાની જે સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ વાત કરી છે
તે પણ બિરદાવવા લાયક છે હાલમાં કોરોના મહામારીના સમયમાં સમાજ દ્વારા સન્માન બુકે અને સાદો ઓઢાડીને સન્માન કરવાનું જ હતું તે મે ના પાડી છે તેથી સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોની ક્ષમા માંગી હતી સાથે સાથે જણાવેલ કે ગુજરાત સરકારે પણ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સુવિધાઓ દરેક તાલુકા કક્ષાએ આપી છે સાથે સાથે પશુઓની પણ ચિંતા કરી છે અને પશુ એમ્બુલન્સ માટે રાજ્ય સરકારે 460 જેટલી એમ્બ્યુલન્સ દરેક તાલુકા કક્ષાએ આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે અત્યાર સુધીમાં 240 પશુ એમ્બુલન્સ અપાઈ ગઈ છે અને જે તાલુકા બાકી છે તેઓને પણ સરકાર શ્રી દ્વારા વિતરણ કરવામાં આવશે
ધોરાજીમાં કોવીડ સેન્ટર ક્યારે શરૂ થશે જે બાબતે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવેલ કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બે દિવસમાં એટલે કે સોમવારે શરૂ થઈ જશે જે અંગે તડામાર કામગીરી ચાલુ છે સમારોહમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, પૂર્વનગરપતી મકબુલભાઈ ગરાણા ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝભાઈ લક્કડકુટા, સરકારી વકીલ કાર્તિકભાઈ પારેખ બસીરબાપુ સૈયદ રૂસ્તમવાલા બાસીતભાઈ પાનવાલા વિડી પટેલ રજાકભાઈ ઘોડી જયસુખભાઈ ઠેસીયા હમીદભાઈ ગોડીલ લલીતભાઈ વોરા મુકીમભાઈ હસનફતા વિનુભાઈ માથુકીયા શબ્બીરભાઈ ગરાણા સલીમભાઈ બીજેપી બોદુભાઈ ચૌહાણ ડોક્ટર ચામડીયા મુસીરભાઈ માજોઠી આરીફભાઈ ભેસાણીયા ઈમરાનભાઈ સમા અબ્દુલભાઈ નાલબંધ ઈમરાનભાઈ ગરાણા યુનુસભાઈ ચૌહાણ શીરાજબાપુ લતીફભાઈ મુલ્લા તેમજ ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી મામલતદાર કિશોર જોલાપરા પોલીસ ઇન્સ્પેક્ટર હૂકુમતસિંહ જાડેજા પીએસઆઈ નયનાબેન કદાવાલા અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા