Halvad-Morbi હળવદના બસ સ્ટેશન પાછળ રહેતા ૨૯ વર્ષના યુવાન નુ વીજ શોર્ટ લાગવાથી મોત.
હળવદના બસ સ્ટેશન પાછળ રહેતા ૨૯ વર્ષના યુવાન નુ વીજ શોર્ટ લાગવાથી મોત
હળવદના બસ સ્ટેશન પાછળ મલ કાંગસીયા વાસમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા ૨૯ વર્ષના રમેશભાઈ શ્રવણભાઈ મલ રાઠોડ પોતાના ઘરે ભંગારનોધંધો કરીને પરિવાર નુ ગુજરાન ચલાવતા હતા અને શનિવારે ગ્રાઈન્ડર મશીન કામ કરતો તે દરમિયાન ઈલેક્ટ્રીક બોર્ડ પર પીન લગાવતા ત્યારે એકાએક વીજ શોટ લાગવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે બાદ મૃતક રમેશભાઈ મલ ને પરિવારજનોને અને આજુબાજુના ના લોકો ઓ હળવદ ની સરકારી હોસ્પિટલ ખાતે પી એમ માટે લ,ઈ ગયા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે એ પીએમ કર્યા બાદ લાશને પરિવારજનોને સોંપી હતી આમ માલ કાંગસીયા પરિવાર ના ૨૯ વર્ષના યુવાનનું અકાળે મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.