હળવદમાંથી ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલ પરિણીતાનો આખરે પત્તો લાગ્યો: સાણંદ તાલુકાના ગામડેથી મળી આવી.
હળવદ પંથકમાંથી ત્રણ વર્ષ પૂર્વે પરિણીતા ગુમ થઇ હોય જે પરિણીતા હાલ સાણંદ તાલુકાના મોરૈયા ગામે હોવાની બાતમીને પગલે પોલીસે તપાસ ચલાવી ત્રણ વર્ષથી ગુમ થયેલ પરિણીતાને શોધી કાઢી હતી
જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી જીલ્લામાં ગુમ અને અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટીમ તૈયાર કરવામાં આવી હોય જે ટીમ તપાસમાં હોય દરમિયાન હળવદમાંથી ગુમ થયેલ છાયાબેન મનોજભાઈ સોલંકી (ઉવ.૨૨) રહે ઢવાણા તા. હળવદ વાળી સાણંદ તાલુકાના મોરૈયા ગામ કેશરસીટી ખાતે હોવાની માહિતી મળતા ટીમ મોરૈયા ગામ પહોંચી હતી જ્યાંથી ગુમ થયેલ છાયાબેન મળી આવતા હળવદ પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે
કામગીરીમાં ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હરેશભાઈ આગલ, વિક્રમભાઈ ફૂગસીયા, રમેશભાઈ મિયાત્રા, સિદ્ધરાજસિંહ ઝાલા, રણજીતદાન ગઢવી, કેતનભાઈ અજાણા સહિતની ટીમ જોડાયેલ હતી
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.