Halvad-Morbi હળવદનાં જુના દેવળિયા ગામમાં લોકડાઉન, દુકાનો અડધો દિવસ ખુલ્લી રહેશે

Loading

કોરોના કહેર સતત વધી રહ્યો છે મોરબી જીલ્લાના મોટાભાગના ગામડાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળે છે ત્યારે ગ્રામજનો જાગૃતતા દાખવીને લોકડાઉન અને આંશિક લોકડાઉનના નિર્ણયો લઇ રહ્યા છે જેમાં હળવદના જુના દેવળિયા ગામમાં દુકાનો અડધો દિવસ ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે

હળવદના જુના દેવળિયા ગામના સરપંચે તમામ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે ગામમાં કોરોના પોઝીટીવ કેસ વધારે છે અને ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે જેથી આરોગ્ય વિભાગની સુચનાને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ કોઈપણ વ્યક્તિ કોરોના પોઝીટીવ કેસ ખાનગી કે સરકારી દવાખાનેથી આવે તો ગ્રામ પંચાયત અથવા સરકારી દવાખાને જાણ કરવી સાથે જ ૧૪ દિવસ હોમ કોરોનટાઈન રહે તેવી સુચના આપી છે

તે ઉપરાંત ગામ લોકોએ આવશ્યક કામકાજ સિવાય બહાર નીકળવું નહિ, શેરીના ઓટલે બેસવું નહિ, બહાર નીકળતી વેળાએ માસ્ક પહેરીને નીકળવું તેમ જણાવ્યું છે જયારે દુકાનદારોને દુકાન ખોલવાનો સમય બપોરે ૩ થી રાત્રીના ૮ સુધીનો રહેશે સ્વૈચ્છિક લોકડાઉન તા. ૧૮-૦૯ થી તા. ૦૧-૧૦ સુધી પાડવાનું રહેશે તેમ સરપંચે જણાવ્યું છે

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!