Dhoraji-Rajkot રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક પીપળીયા ખાતે આવેલ કૃષિ વેજ્ઞાનનિક સંશોધન કેન્દ્ર ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી ની મહિલાઓ ઉપસ્થિત રહી અને જેમાં મહિલાઓ ને પોષણ વિશે માહિતી આપવામાં આવી.
ભારત ના વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી નું એક સ્વપ્ન છે કે નિરોગી ભારત અને પોષિત ભારત આજ હેતુ નેસર્થક કરવા માટે આજે ધોરાજી તાલુકાના માં પીપળીયા ગામ ખાતે આવેલ કૃષિ વેજ્ઞાનીક કેન્દ્ર પર પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી પોષણ માસ અંતર્ગત ધોરાજી તાલુકાના વિસ્તાર ની 30 જેટલી આંગણવાડી બહેનો ને પોષણ વિશે માહિતી આપવામાંઆવી હતી લોકો માં સર્વાંગી વિકાસ અને સમતુલ આહાર ખુબજ જરૂરી છે અને સંતુલિત આહાર માં ધાન્ય શાકભાજી ફળો અને દૂધ વગેરે નું બેલેન્સ માં જરૂર પૂરતું લેવું ખુબજ જરૂરી છે આ વાત પર જો ધ્યાન આપવામાં આવશે
તો માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નું પોષણ નું સ્વપ્ન છે એ સહકાર થશે અહી ઉપસ્થિત 30 જેટલી આંગણવાડી ની મહિલાઓ ને પોષણ વિશે અને બેલેન્સ ડી ટ મિલ પ્લાનિંગ અને પોષણ યુક્ત આહાર સહિત પોષણ બાબત પર નિષ્ણાંત પિંકી શર્મા દ્વારા ઉપરોક્ત વિષય પર બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ કરી ને આંગણવાડી ના બહેનો ને કિચન ગાર્ડન વિશે પણ જાણકારી આપવામાં આવી હતી અને લીલા શાકભાજી ના બિયારણ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું કોરોના ને ધ્યાને લઇ અને સામાજિક અંતર અને ફરજિયાત માસ્ક સાથે કાર્યક્રમ ની ઉજવણી કરવામાંઆવી હતી
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.