Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાનાં ધોરાજી ભાડેરમાં સામૂહિક આત્મહત્યાને અંજામ આપે એ પહેલા ત્રણને બચાવાયા, બેના મૃત્યુ.
પોરબંદરના શબીર આમદ રાઠોડ નામના 35 વર્ષીય મુસ્લિમ તેના પરિવાર સાથે ભાડેર ગામ પાસે આવેલા તળાવમાં આત્મહત્યા કરવા માટે પડ્યા હતા
બાજુમાં ઢોર ચરાવતો ગોવાળ જોઈ જતા બધાને જાણ કરી, પાંચ માંથી ત્રણ લોકોને બચાવવામાં આવ્યા હતા જ્યારે બે ના મૃત્યુ નિપજ્યા હતા
સબીર 35 વર્ષ, તેની પત્ની રૂખસાના 28 વર્ષ, નાનો પુત્ર એહમદ 4 વર્ષ બચી ગયા હતા જ્યારે 10 વર્ષીય પુત્રી રેહાના અને 8 વર્ષીય પુત્ર મોહમ્મદ મોતને ભેટ્યા હતા
તેમના મૃતદેહને પીએમ અર્થે ધોરાજીના મોટી મારડ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ પરિવારને છેક પોરબંદરથી મરવા માટે અહી આવવાનું કારણ શું વગેરે બાબતની તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે હાલ આ શંકાસ્પદ કેસને પાટણવાવ પોલીસ વધુ આગળ તપાસ હાથ ધરી રહી છે
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.