જસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૩૦ કોરોના ની ઝપટે…
આજરોજ જસદણ પંથકમાં ૨૮૪ અને વિંછીયા પંથકમાં ૧૦૫ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૧ મહિલા અને ૯ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા ૧ આટકોટ ૨ જંગવડ ૨ કમળાપુર ૧ સાંણથલી ૧ દહીંસરા ૧ પારેવાળા ૧ આણંદપુર ૧ ભાડલા ૬ અમરાપુર ૨ એમ કુલ ૨૮ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે
તેમજ RTPCR રાજકોટ લેબોરેટરીમાં જસદણ ની ૧ મહિલાનો અને ખારચીયા ના ૧ પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ..
જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૩૦ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને લોકોમાં ભય નુ મોજુ ફરી વળ્યું છે
👉 વિનમ્રતા પૂર્વક અપિલ
જસદણ – વિંછીયા શહેર તાલુકામાં જે રોકેટગતિ એ કોરોના વાઈરસ નું સંક્રમણ વધી રહ્યું છે તેને અટકાવવું ખૂબજ જરૂરી બન્યું છે તેવા સંજોગોમાં જસદણ – વિંછીયા વહીવટી તંત્ર – આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવતી સૂચના નું પૂર્ણપણે પાલન કરી સાવચેતી રાખવા સૌ જાગૃત નાગરિકોને આત્મીય અપીલ…
જસદણ:-પિયુષ વાજા દ્વારા.