Jasdan-Rajkot જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ ઇસમો ને સરકારી કોટા ના ઘઉં ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.


જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ ઇસમો ને સરકારી કોટા ના ઘઉ ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,
આજરોજ I/C પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામી રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રવુતિઓ ઉપર અંકુશ લગાડવા માટે સુચના કરવામા આવેલ હોય જે અનુશંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી બ્રાંચના પો.હેડ.કોન્સ. હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે સરકારી કોટા ના સસ્તા અનાજ ના ઘઉ ગ્રાહકો પાસે થી ઓછા ભાવે ખરીદ કરી અને સરકારી બારદાન માંથી અન્ય બારદાન માં ભરી અને બજાર માં ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ ઇસમો ને સરકારી કોટા ના ઘઉ ના જથ્થા તથા ખાલી સરકારી બારદાન સાથે પકડી પાડી જસદણ પો.સ્ટે માં કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલઆરોપીઓમાં

(૧) મજીદભાઇ સતારભાઇ બેગાણી જાતે મુસ્લીમ ઉ.વ.-૬૨ ધંધો-વેપાર રહે જસદણ છત્રી બજાર જી.રાજકોટ
(૨) ઇરફાન જીકરભાઇ ખીમાણી જાતે મુસ્લીમ ઉ.વ.-૨૪ ધંધો-વેપાર રહે જસદણ ખાટકી ચોક ધોબીવાળી શેરી
(૩) ભાવેશભાઇ બચુભાઇ મેણીયા જાતે કોળી ઉ.વ.-૩૫ ધંધો-રી.ડ્રા. રહે જસદણ પોલીસ સ્ટેશન સામે જી.રાજકોટ
કબ્જે કરેલ મુદ્દામાલ –
(૧) સરકારી કોટા ના ઘઉ કિલો-૬૫૦ કિ.રૂ.૭,૮૦૦/-
(૨) એક છકડો રીક્ષા કિ.રૂ.૩૦,૦૦૦/-
(૩) સરકારી ખાલી બારદાન નંગ-૪૬ કિ.રૂ. ૦૦/૦૦ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૩૭,૮૦૦/-
તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા પો.હેડ કોન્સ. હિતેશભાઇ અગ્રાવત તથા જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિતના ઓ એ કામગીરી માં સામેલ હતા.

જસદણ:-પિયુષ વાજા દ્વાર

error: Content is protected !!