Halvad-Morbi હળવદ માં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે હળવદ શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા ફુટ વિતરણ કરવામાં આવ્યું.

Loading

સેવા સપ્તાહ અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારમાં બાળકોને અલ્પાહાર નું વિતરણ તેમજ સરકારી હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ

જનસેવા અને રાષ્ટ્રસેવામાં અવિરતપણે કાયૅશિલ રહેનાર કુશળ રાજનીતિજ્ઞ, લોકપ્રિય નેતા અને અમારા સૌના પથદર્શક આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મદિવસ ની ઉજવણી અને સેવાકાર્યોના ભાગરૂપે હળવદ શહેર ભાજપ તેમજ ગ્રામ્ય ભાજપ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત ઝુપડપટ્ટી વિસ્તારમાં બાળકોને અલ્પાહાર નું વિતરણ તેમજ દવાખાનામાં દર્દીઓને ફ્રુટ વિતરણ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ,

આ કાર્યક્રમમા હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ ગ્રામ્ય ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી મોરબી જીલ્લા મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલ હળવદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી હળવદ શહેર મહામંત્રી રમેશ ભગત હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે અનિલભાઈ મિસ્ત્રી કમલેશ દલવાડી રવિ પટેલ ઘનશ્યામભાઈ રાવલ તેમજ પાર્ટી અન્ય કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!