Jasdan-Rajkot જસદણ શહેર – તાલુકા તેમજ વિંછીયા શહેરમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૬ કોરોના ની ઝપટે…
આજરોજ જસદણ પંથકમાં ૧૮૫ નાગરીકો નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૩ મહિલા અને ૧૫ પુરૂષ નો તેમજ જૂના પિપળીયા ૧ આટકોટ ૧ જંગવડ ૧ વિરનગર ૧ કમળાપુર ૧ દહીંસરા ૧ કાળાસર ૧ એમ કુલ ૨૫ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે
તેમજ RTPCR રાજકોટ લેબોરેટરીમાં સાંણથલી ની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ..
જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૨૬ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સ્થાનિક તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને લોકોમાં ભય નુ મોજુ ફરી વળ્યું છે
જસદણ:-પિયુષ વાજા દ્વારા.