Halvad-Morbi હળવદ ૨૨૦ કે વી સબ સ્ટેશનમાં કોલોનીના બંધ મકાનમાં તસ્કરોઓ ત્રાટકતા સોના ચાંદીની દાગીના ચોરી થતાં પોલીસ ફરિયાદ.
હળવદ ૨૨૦ કે વી સબ સ્ટેશનમાં કોલોનીના બંધ મકાનમાં તસ્કરોઓ ત્રાટકતા સોના ચાંદીની દાગીના ચોરી થતાં ફરિયાદ
હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ જીઆઈડીસી નજીક ૨૨૦ કંપની ના સબ સ્ટેશનમાં જેટકો કંપની માં કર્મચારીઓ માટે કંપની દ્વારા કોલોની બનાવવામાં આવેલ છે જેમા કોલોનીમાં કમૅચારીઓ રહે છે.
જેમા જેટકો કંપનીના કર્મચારી મુળ સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી તાલુકાનાં કળમાદ ગામના રામજીભાઈ શામજીભાઈ જાદવના બંધ મકાનમાં ગત તારીખ ૧૩-૯ ના રોજ પરિવાર સાથે પોતાના માદરે વતન કળમાદ ગામે જતા બંધ મકાન હોવાથી મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલ તિજોરીમાં સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા ૩૦ હજારની મતાની ચોરી કરતાં મકાનમાલિક જેટકો કંપનીના કર્મચારી રામજીભાઇ શામજીભાઈ જાદવ એ
હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ સ્ટેશન પી આઈ પી.એ દેકાવાડિયા અને ડીસ્ટાફના યોગેશ દાન ગઢવી. બિપીન ભાઈ પરમાર. ગંભીર સિંહ ઝાલા સહિતના પોલીસ કર્મીઓ તાત્કાલિક ૨૨૦.કે.વી. સબ સ્ટેશન કોલોની ખાતે દોડી વધુ તપાસ હાથ ધરી હતી આ અંગે નું વધુ તપાસ હળવદ પોલીસ સ્ટેશનના પી એસ આઈ પી .જી પનારા.ચલીવી રહ્યા છે.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.