Dhoraji-Rajkot ધોરાજી પ્લાસ્ટીકના કારખાનામાં છાપરા પરથી પટકાતા શ્રમિક નું મોત.
ધોરાજી જૂનાગઢ રોડ પર આવેલ કશ્યપ પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતા સુરેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.35) કારખાનામાં કામ કરતો એ દરમ્યાન વરસાદી વાતાવરણમાં કારખાનાના પતરા પરથી લપસીને નીચે પડતા આ અંગે કારખાના માલિકે તાત્કાલીક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરના ડોક્ટરોએ સુરેશભાઈ મકવાણાને મૃત જાહેર કરેલ હતાં.
મળતી માહિતી મુજબ મરણ જનાર સુરેશભાઈ મકવાણા બે ભાઇઓ હતા અને પોતે મોટા હતા. મરણ જનારને 3 પુત્રીઓ અને 2 પુત્રોને વિલાપ કરતા છોડી ગયેલ છે. આ બનાવ અંગે બીટ જમાદાર પ્રદીપભાઈ બારોટ તપાસ ચલાવી રહેલ છે.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.