Gondal-Rajkot ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલનો પ્રારંભ.
ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વકરી રહ્યો હોય કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નો આંકડો હજારને પાર થઈ જતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ચાર દિવસના ટૂંકા સમયમાં જ અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે ૫૫ બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવતા દર્દીઓમાં રાહતની લાગણી અનુભવાઈ છે.
ગોંડલ સરકારી દવાખાને ૫૫ બેડ સાથેની કોવિડ હોસ્પિટલ નું લોકાર્પણ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, આસિફ ભાઈ ઝકરિયા ,પ્રફુલ ભાઈ રાજયગુરૂ સહીતનાઓ હાજર રહ્યા હતા. ચાર દિવસ પહેલાં જ આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા ગોંડલની મુલાકાત લેવામાં આવી હતી અને તાકીદે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા સૂચના આપવામાં આવી હોય આર.ડીડી રૂપાલીબેન મહેતા અને ગોંડલ હોસ્પિટલ અધિક્ષક ડોકટર વાણવી એ જહેમત ઉઠાવી ૫૫ બેડની સેન્ટ્રલ ઓકિસજન પાઇપ સાથેની હોસ્પિટલ કાર્યરત કરી છે.
આ ઉપરાંત અધિક્ષક ડોકટર વાણવીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ગોંડલ ખાનગી હોસ્પિટલના તબીબોને રોજિંદા ક્રમશઃ વિઝીટની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ માં એમબીબીએસ ડોકટર અને આયુર્વેદિક તબીબ આઠ આઠ કલાકના રોટેશબ પ્રમાણે ૨૪ કલાક ફરજ પર હાજર રહેશે.