Jasdan-Rajkot જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૧ કોરોના પોઝિટિવ.
આજરોજ જસદણ પંથકમાંથી ૧૧૦ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા જેમા જસદણ શહેરના ૪ પુરૂષ તેમજ જંગવડ ગામની ૧ મહિલા ૧ પુરૂષ અને મોણપર (ચોટીલા) ગામની ૧ મહિલા અને વડોદ ગામના હાલ રાજકોટ પુરૂષ ૧ એમ ૮ કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ….
ધનવંતરી રથ માં કોરોના ટેસ્ટ રિપોર્ટ થતા પ્રતાપપુર ની મહિલા નો રિપોર્ટ પોઝીટીવ….
તેમજ જસદણ શહેરના ૧ પુરૂષનો અને સાંણથલી ગામના ૧ મહિલાનો કોરોના RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટ પોઝીટીવ…
આજના કુલ ૧૧ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ…
વિંછીયા પંથકમાં ૫૫ વ્યક્તિઓ ના કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા તમામ રિપોર્ટ નેગેટીવ
જસદણ:-પિયુષ વાજા દ્વારા.