Jasdan-Rajkot જસદણની સરકારી હોસ્પિટલમાં 25 બેડની કોવિડ-19 હોસ્પિટલનો ટુક સમયમાં પ્રારંભ કરવામાં આવશે: કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા.
જસદણની સરકારી હોસ્પિટલમાં કોવિડ-19 હોસ્પિટલ ખોલવા અંગે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે આશરે બે ત્રણ દિવસ માં કામ પૂર્ણ કારીદેવામાં આવશે તેવું તંત્ર એ જણાવ્યું.
જસદણ-વિંછીયા પંથકમાં કોરોનાના દર્દીઓમાં થોડા દિવસથી વધારો થતા તેમજ રાજકોટ ખાતેની હોસ્પિટલમાં જગ્યાઓ ન હોવાથી તંત્ર દ્વારા વિરનગર ખાતે 70 બેડની કોવિડ-19 હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજયમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે. ત્યારે જીલ્લાની મુખ્ય હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા પણ ન રહેતા તાલુકા મથકે કે બીજા ગામોમાં સુવિધા ધરાવતી હોસ્પિટલમાં રાજય સરકાર દ્વારા કોવિડ-19 હોસ્પિટલ ચાલુ કરવામાં આવી રહી છે. ત્યારે જસદણના વિરનગર ગામે પણ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે 70 બેડની કોવિડ-19 હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી. વિરનગરની વિખ્યાત શિવાનંદ મિશન સંચાલીત આંખની હોસ્પિટલમાં તાજેતરમાં બનાવવામાં આવેલ નવી બિલ્ડીંગ સવિતા સદનમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે. આ તકે કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આગામી બે-ત્રણ દિવસમાં જસદણના સરકારી દવાખાને પણ 25 બેડની કોવિડ-19 હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. જ્યાં હાલ ઓકિસજનની લાઈન નાંખવાનું કામ પૂર્ણતાને આરે હોવાથી ત્યાં વધુ લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે. આ અંગે તંત્રના ઉચ્ચ અધિકારીઓએ આજે જસદણની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
જસદણ:-પિયુષ વાજા દ્વારા.