Halvad-Morbi સ્લમ એરિયાના બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે નો વિચાર કરીને ઇનરવિલ ક્લબ ઓફ હળવદના બહેનોએ નાના ભૂલકા બાળકો માટે વિવિધ પ્રકારના નવા રમકડાં, વોકર વગેરે ભેટ કરી.
” छोटी सी मुस्कान”
નાનકા બાલ બચ્ચાંઓ માટે ખુશી અનેં આનંદનું ખાસ સાધન એટલે રમકડાં…
આ વર્ષે કોરોનાને હિસાબે કોઈપણ જગ્યાએ નાના કે મોટા લોકમેળા થયા નથી.જેથી બાળકોને એમનું મનોરંજન માટેનું સાધન એવા રમકડાં પણ મળી શક્યા નથી.
સગવડતા વાળાએ એમના બાળકોને દુકાનમાંથી પણ રમકડાં ખરીદીને પોતાના બાળકોને ખુશ કર્યા હશે.
ત્યારે આવા સ્લમ એરિયાના બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે નો વિચાર કરીને ઇનરવિલ ક્લબ ઓફ હળવદના બહેનોએ 0 થી 3 વર્ષ સુધીના બાળકો માટે વિવિધ પ્રકારના નવા રમકડાં, વોકર વગેરે ભેટ કરી અને તેમના ચહેરા પર મુસ્કાન લાવવા માટેનો એક સુંદર પ્રયાસ કર્યો હતો.
જેનું ડોનશન સ્વ: રમેશભાઈ લાભુભાઈ શુક્લાના સ્મરણાર્થે હસ્તે: આંશી ઉપાધ્યાય,શાનવી ઉપાધ્યાય,નાયરા શુકલા તરફથી આપવામાં આવ્યું હતું.
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.