Halvad-Morbi હળવદ તાલુકાના નવા ધનાળા ગામે વારંવાર વીજ પુરવઠો બંધ રહેતા ગ્રામજનોમાં રોષ.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો બંધ રહેતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામે વીજપુરવઠો અવારનવાર બંધ રહેતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે આ અંગે ધનાળા ગામ ના અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ને ને પુછતા તેવો જણાવ્યું હતું કે અમારા જુના ધનાળા નવા ધનાળા. ધનશ્યામ નગર. કૃષ્ણનગર સહિતના ગામોમાં વીજપુરવઠો વારંવાર બંધ હતા ગામના વૃદ્ધો બાળકો મહિલાઓ વીજ પુરવઠો બંધ રહેતા ત્રાહિમામ પોકારી ગયા છે હાલ ની ઉનાળાની શકાળઝાળ ગરમીમાં લોકો ને પંખા એ. સી બંધ રહેતા લોકો ઓ ગરમી બફારાથી ત્રસ્ત થઈ જાય ત્યારે તેમ જણાવ્યું હતું ત્યારે હળવદ રૂરલ પી જી વી સી એલ ના અધિકારીઓ જુના ધનાળા નવા ધનાળા કૂષણ નગર સહિત ના ત્રણ ગામના લોકો ને પડતી હાલાકી સત્વરે દુર કરે તેવી ગામ લોકો ની માગ ઉઠવા પામી છે
હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.