Dhoraji-Rajkot ધોરાજીમાં આવેલ ઐતિહાસિક ધરોહર અને 18મી સદીમાં બનેલ દરબારગઢ ત્રણ દરવાજા અને સુપેડી પાસે આવેલ રાધા રમણ મંદિર જે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કર્યો.
રાજકોટ જીલ્લા નાં ધોરાજીમાં આવેલ ઐતિહાસિક ધરોહર અને 18મી સદીમાં બનેલ દરબારગઢ ત્રણ દરવાજા અને સુપેડી પાસે આવેલ રાધા રમણ મંદિર જે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરેલ છે વર્ષો ત્યાં રજૂઆત કરવા છતાં રક્ષિત ઇમારતો જેવી કે ધોરાજી નો દરબારગઢ ત્રણ દરવાજા અને સુપેડી ખાતે આવેલ રાધા રમણ મંદિર ઐતિહાસિક ધરોહર છે તેને રીપેરીંગ કરવા માટે ધોરાજી ખાતે યોજાયેલા લોક મેળાઓ જન્માષ્ટમી અને લાલશાબાપુ ના મેળાના મેદાન ની હરાજીમાંથી થયેલ આવક જે ધોરાજી શહેરના વિકાસ માટે વાપરવાની વાત થયેલ હતી આજ દિવસ સુધી આ રકમને ક્યાંય વપરાયેલ નથી આ અંગે ધોરાજીના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલા ભાઇ સોલંકી પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક ને લેખિત આવેદનપત્ર આપીને જણાવેલ કે આરક્ષિત ઇમારતોને જે મેળાના મેદાન ની હરાજીમાંથી આવક થયેલ છે તે પૈસા માંથી રક્ષિત ઇમારતો રીપેરીંગ કરાવવા માંગ કરેલ છે જેથી કરીને આવનારા સમયમાં આવનારી પેઢીને ઐતિહાસિક વારસો જોવા મળે આ અંગે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવેલ કે સરકારમાં યોગ્ય રજૂઆત રંગલાવી હતી.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.