Virpur-Rajkot વીરપુર જલારામ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે ખેડૂતોને અતિવૃષ્ટિને કારણે વીસ પાક થવાની આશા હતી તેના પર પણ પાણી ફરી વળતા ખેડૂતોને પાકની બચીકુચી આશા પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું.
વીરપુર પંથકમાં અતિવૃષ્ટિએ માજા મૂકી હતી પંથકમાં સતત વિસથી પચીસ દિવસ વરસાદને કારણે ખેતરો તળાવ હોય તેમ પાણીના ભરાય ગયા હતા. જેથી તનતોડ મહેનત તેમજ ઉધાર ઉછીના કરીને ઉગાડેલ પાકમાંથી એંસી ટકા જેટલો પાક ખેતરોમાં પાણી ભરી રહેવાને કારણે બળી ગયો. અને વરાપ નીકળ્યા બાદ સરકારે ખેડૂતોની માંગણીને પગલે પાકના નુકશાનીના આંકલન માટે સર્વેની ટીમ બનાવી પણ આ ટીમમાં ઓછો સ્ટાફ અને કામગીરીનો વિસ્તાર વિશાળ હોવાથી કોઇ ખેડૂતનો ક્યારે વારો આવે તે કંઈ નક્કી નહિ.
એટલે હજુ પાંચથી દસ ટકા વિસ્તારમાં સર્વે થયો ત્યાં છેલ્લા બે દિવસથી વીરપુર પંથકમાં ફરી ધોધમાર વરસાદ વરસતા ભરાયેલ પાણીથી માંડ માંડ સુકાયેલ ખેતરો ફરી પાણીથી ભરાય ગયા અને જે વીસ ટકા જેટલો પાક થવાની આશા ખેડૂતોને જાગી હતી તેના પર પણ પાણી ફરી વળ્યું હતું.
જેથી ખેડૂતોએ સરકાર સમક્ષ જેમ બને તેમ વહેલાસર સર્વે કરવાની માંગ કરી હતી. કેમ કે ખેડૂતોને હજુ શિયાળું વાવેતર પેલાનું મધ્યસ્થ કહી શકાય તેવું કઠોળના પાકનું વાવેતર કરવું છે અને આ માટે ખેતરો કોરા જોઇએ એટલે સો ટકા બળી ગયેલ પાકને કાઢવો છે પરંતુ સર્વેની ટીમ આવી ન હોવાથી પાક કાઢી ન શકાતા ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન લાગી રહ્યું છે.
વીરપુર:-કિશન મોરબીયા દ્વારા.