Halvad-Morbi હળવદ મા રોહીદાસ સમાજ ને બેઠકમાં વ્યસન મુક્તિ નુ આહવાન કરાયું.
પ્રમુખ ઉપપ્રમુખ .મંત્રી .ખજાનચી અને કારોબારીના સભ્યો ની સર્વાનુમતે વરણી કરાઈ હતી
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ૪૨ ગામના રોહીદાસવંસી સમાજ દ્વારા આયોજિત હળવદના હિલોળીયા હનુમાનજી મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સમાજ સંગઠિત અને શૈક્ષણિક તેમજ વ્યસન મુક્તિતી નું આહવાન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહિતની સર્વાનુમતે વરણી કરાઈ હતી અને કારોબારીની રચના કરવામાં આવી હતી જેમાં હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં રોહિદાસવંસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
મોરબી જિલ્લાના હળવદ શહેર ગ્રામ્ય વિસ્તારના ૪૨ ગામોના રોહીદાસ સમાજ દ્વારા આયોજિત હળવદના આંબેડકર નગર પાસે આવેલ હિલોડીયા હનુમાનજી મંદિર ખાતે શનિવારે રોહીદાસ વંશી સમાજ ની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સમાજના આગેવાનો દ્વારા આવનાર નવી પેઢીને શિક્ષણ તેમજ વ્યસનમૂકતી સમૂહ લગ્ન તેમજ સામાજિક કાર્યો સમાજ એકતા સમાજ સંગઠન સહિતના વિવિધ વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો
તેમજ સમાજના આગેવાનો દ્વારા વ્યસન મુક્તિ નું આહવાન કરાયું હતું આ બેઠકમાં કારોબારીની રચના પણ કરવામાં આવી હતી હળવદ તાલુકા રોહીદાસવંશી સમાજનાના પ્રમુખ તરીકે હળવદના કરસનભાઈ પરમાર . તેમજ ઉપપ્રમુખ તરીકે વેગડવાવના ગણેશભાઈ રાઠોડ . મંત્રી તરીકે હળવદના લવજીભાઈ પરમાર તેમજ ખજાનચી તરીકે હળવદના મોતીભાઈપરમારની સવોનામત વરણી કરાઈ હતી તેમજ કારોબારીના સભ્ય તરીકે સુસવાવના કરસનભાઈ રાઠોડ. દિઘડીયાના કાળુભાઈ મકવાણા. ગોલાસણ ના કેશાભાઈ રાઠોડ. ચુપણીના મૂળજીભાઈ મકવાણા. રણમલપુરના મોહનભાઈ રાઠોડ. જુનાદેવળીયાના રવજીભાઈ સોલંકી. ટીકરના હીરાભાઈ સિંધવ. ચરાડવાના જેસીગભાઈ મકવાણા. હળવદના શેખાવાહરેશભાઈ પરમાર. હળવદ ના ડુંગરભાઈ પરમાર. તીકુભાઈ પરમાર. નાનજીભાઈ પરમાર. સહિતના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત ૧૬વ્યક્તિઓની કારોબારી ની રચના કરવામાં આવી હતી નવા વરાયેલા હોદ્દેદારો તેમજ કારોબારીના સભ્યોને રોહીદાસસમાજના આગેવાનો દ્વારા ફુલહાર વિધી કરી ને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.