Rajkot-jetpur રાજકોટનાં જેતપુરમાં SOG અને સીટી પોલીસ સયુંકત દરોડા દરમ્યાન ૩ લાખના હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

Loading


SOGએ બાતમીના આધારે દરોડા પાડી ૩.૮૦ એમ.એલ જથ્થો ઝડપી પાડ્યો

જેતપુરમાં રાજકોટ રૂરલ SOG અને સીટી પોલીસ ટીમે દરોડા પાડી માદક પદાર્થ હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે તેની પાસે રહેલા 3 લાખથી વધુની કિંમતના હેરોઈનના જથ્થાને કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટ રૂરલ SOGની ટીમને મળેલી બાતમીના આધારે જેતપુરનાં શાકમાર્કેટ પાસે મહાત્મા ગાંધી રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન દરગાહ પાસે રહેતા મહેબુબ ઉર્ફે મેબલો હારૂનભાઇ પરમાર નામના શખ્સની અટકાયત કરી તપાસ કરતાં તેની પાસેથી માદક પદાર્થ હેરોઈનનો ૩.૮૦એમ.એલ જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કુલ ૩ લાખ ૮ હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લાખો રૂપિયા છે. તેવા મોરફીન હેરોઈનનો જથ્થો મહેબૂબ ક્યાંથી લાવ્યો અને કોને કોને આપવાનો હતો. તે સહિતની બાબતો ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ મહેબૂબના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!