Halvad-Morbi. હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના ડો. મહેશ પટેલ નેશનલ કાઉન્સિલ ઓફ ટિચર સાયન્ટિસ્ટ સંસ્થાના મોરબી જિલ્લાના યુનિટ ડાયરેક્ટર બન્યા.
વિજ્ઞાન પ્રસાર અને ડો. સી.વી.રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારતના શિક્ષકોને શૈક્ષણિક નવોન્મેષ માર્ગદર્શન મળી રહે તે માટે નેશનલ કાઉન્સિલ ફોર ટિચર સાયન્ટિસ્ટ નામની સ્વૈચ્છિક સંસ્થા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વિજ્ઞાન અને ગણિતના પ્રસાર અને પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. તાજેતરમાં તક્ષશિલા સંકુલમાં અટલ ટિંકરિંગ લેબનુ ઉદ્દઘાટન અને ગુજરાતનો રાજ્ય કક્ષાનો ટેકનોફેર યોજાયો હતો . ગત છ મહિના દરમિયાન સૂર્યગ્રહણ અંગેની ઓનલાઈન ક્વિઝના આયોજન, હળવદના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવલ સાહેબનું આકાશદર્શન અને ઈસરોના વૈજ્ઞાનિક ડો. જયંત જોષી સરનું સન્માન, રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ ધ્યાનમાં લેતા ડો. મહેશ ગરધરિયાએ આયોજન કરેલ હતું. આવા સમગ્ર શૈક્ષણિક પ્રદાનને ધ્યાનમાં લઈને મોરબી જિલ્લાની હળવદની તક્ષશિલા સ્કુલ અને કોલેજના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ ડાહયાભાઈ ગરધરિયાને સમગ્ર મોરબી જિલ્લાના યુનિટ ડાયરેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે.ડો. મહેશ ગરધરિયા એ આવી સર્વશ્રેષ્ઠ જવાબદારી આપવા બદલ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર સાયન્ટિસ્ટ સંસ્થાના ચેરમેન અને ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ડો. ચંદ્રમૌલિ જોશી અને ગુજરાતના સ્ટેટ ડાયરેક્ટર ડો. મનોજ જવાણી સરનો આ તકે આભાર માન્યો હતો.