Halvad-Morbi-શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી નહીંવત અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં.
હળવદ ના રસ્તાઓ પર રખડતા ઢોરના અડીંગાથીવાહનચાલકો,રાહદારીઓ ભારે પરેશાન
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે રસ્તા પર ઢોરાના અડીગાંથી વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર અને આખલાઓ રોડ વચ્ચોવચ્ચ અડિંગો જમાવેલો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ અને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.છતાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા આવા રખડતા ઢોરોની વ્યવસ્થા માટે કોઈ જગ્યા બનાવી નથી જેથી લોકોને પાલિકા તંત્ર સામે રોષ જોવા મળે છે રખડતા ઢોરો અને આખલાઓ હળવદ ના મેઈન બજાર એસટી રોડ,સરા ચોકડી, પરશુરામ મંદિર,વૈજનાથ ચોકડી, પાસે પશુઓના અડિંગો જોવા મળે છે, દિવસ અને રાત્રી દરમ્યાન પણ પશુઓનો મેળાવડો જોવા મળે છે જેના કારણે વાહનચાલકોને ગાડીમાંથી ઉતરી ઢોર એક બાજુ કરી પસાર થવું પડે છે ક્યારેક તો વારંવાર ટ્રાફિક જામ પણ થઈ જાય છે
પાલિકાને લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી રખડતા ઢોરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, ભૂતકાળમાં રસ્તા વચ્ચે રખડતા આખલાઓ દ્વારા બે થી ત્રણ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે, અને કેટલાય ઘાયલ થયાના દાખલા છે, ઘણીવાર રોડ વચ્ચોવચ્ચ છાશવારે આખલાઓના યુદ્ધ ખેલાય છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે આ અંગે સ્થાનિક વહીવટીતંત્ર જાગશે કે પછી..? લોલમલોલ…? આ અંગે તેઓ જાગૃત દાખવીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માગણી ઉઠવા પામી છે.
હળવદ ની મેઇન બજારમાં રખડતા ઢોરનો જમાવડો જોવા છે, જેના કારણે અનેક વાર અકસ્માતો બનતા હોય છે,ભુતકાળ માં આખલાઓ એ લોકોના ભોગ પણ લીધા છે, તો તાત્કાલિક ધોરણે પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.